રાજકોટ મહાનગરપાલિકાના 47મા સ્થાપના દિવસ નિમિત્તે બોલીવૂડના ખ્યાતનામ પ્લેબેક સિંગર જાવેદ અલીની મ્યુઝીકલ નાઈટ ‘સૂર તરંગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં આ અંગે કાર્યકારી મેયર અિશ્વન મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું કે 1973માં રાજકોટ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રુપાંતર થયું હતું તેની યાદમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું .મ્યુઝિકલ નાઇટ કાર્યકારી મેયર અિશ્વનભાઈ મોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝિકલ નાઈટ સૂર તરંગ કાર્યક્રમની દીપ પ્રાગટ વિધિ સમારોહમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થયું હતું. 1973માં રાજકોટ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રુપાંતર થયું હતું તેની યાદમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું .મ્યુઝિકલ નાઇટ કાર્યકારી મેયર અિશ્વનભાઈ મોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -