સૂરતના પવિત્ર યાત્રાધામ તરીકે વિકસી રહેલા પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં કાળ ભૈરવ જયંતિ પર્વેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ શાંતિ માટે સવા લાખ હનુમાન ચાલીસા સકિર્તન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ છાત્રો પણ જોડાયાહતા અને તેમણે હનુમાન ચાલીસા ગાઈ શાંતિની પ્રાથના કરી હતી.. આ હનુમાન ચાલીસા સંગીતના સૂરો સાથે 51 પ્રકારના રાગમાં 3 હજાર થી વધુ ભક્તોએ એકસાથે પઠન કર્યું હતું. જેની પાછળ મુખ્ય હેતુ વાયુદળમાં તેની સકારાત્મક અસર આવે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે હનુમાન ચાલીસા અભ્યાસમાં મદદરૂપ પણ પુરવાર થાય છે. આથી બાળકો અને યુવાનો પણ આ કર્યક્રમમાં ખાસ ભાગ લેવડાવ્યો હતો..ચાર કલાકમાં સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. હનુમાનજી પણ કાળ ભૈરવનું જ સ્વરૂપ માનવામાં આવે છે, જેથી કાલાષ્ટમીની પસંદગી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જુદી જુદી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, જાહેર જનતા, સહિત મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -