ધરાઈ ઞામે શોભા સમાન સુંદર બાલ મુકુંદજીની હવેલી

admin
1 Min Read

અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાના ધરાઈ ઞામની શોભા સમાન સુંદર બાલમુકુંદજીની હવેલી. એવું કહેવાય છે કે, રાંદલના દડવાથી નજીક ધરાઈ ગામ આવેલું છે. જેમાં પુરાતન સંસ્કૃતિ સાથે વણાયેલ ખ્યાત બાલમુકુંદજીની હવેલી તેમજ ચોર્યાસી બેઠકવાળી ગીરીરાજજીની હવેલી આવેલી છે. બંને હવેલીમા વૈશ્નવજનો તેમજ દર્શનાર્થીની સંખ્યા વધુ જોવા મળે છે. તો દર રવિવારે ગામડા અને શહેર મહાનગરોથી લોકો ઠાકોરજીના દર્શન કરવા અહિ આવે છે. લોકોની મનોકામના પણ અહિ પુરી થતી હોવાનુ લોકો જણાવે છે. હાલ દર રવિવારના વૈશ્નવજનો દ્વારા મંદિર પરીસરમા હવેલી સંગીતના દિવ્ય ધ્વનિ સુર સાથે પદ, હાલરડા, ધોળ, કિર્તન વગેરે રજુ થાય છે. ભાવિકોની પસંદના અવનવા હાલરડા મોટેરા તેમજ નાના બાળકોને તેડીને ગવાય છે. પરેશભાઈ ધાનાણી પણ અહિ ઠાકોરજીના દર્શન કરી પોતાના ભાવ ભગવાનને અર્પણ કર્યા છે. સાથે હવેલી સંગીતમા જાંજ વગાડી મજા માણી હતી.

Share This Article