અટલ બિહારી વાજપેયી પર બનશે બાયોપિક ફિલ્મ, જાણો આ હશે ફિલ્મનું નામ

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ બાદ હવે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. અમાન્સ ફિલ્મના માલિક શિવ શર્મા અને જિશાન અહેમદે ઉલ્લેખ એનપી દ્વારા લખવામાં આવેલ બુક ‘ધ અનટોલ્ડ વાજપેયી’ ના ઓફિશિયલ રાઈટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મમાં વાજપેયીનું બાળપણ, કોલેજ લાઈફ તથા રાજકારણની સફર વિશે દર્શાવવામાં આવશે.

આ ફિલ્મને લઈને શર્માએ જણાવ્યું કે, ‘ધ અનટોલ્ડ વાજપેયી’ ફિલ્મનો પ્રોજેક્ટ મારા માટે મહત્વકાંક્ષી છે. આ ફિલ્મને બિગ સ્ક્રીન પર રજૂ કરવાને લઈ હું ખૂબ જ ઉત્સાહી છું. હું માનું છું કે અટલ બિહારી વાજપેયીની રિયલ સાઈડથી તમામ લોકો વાકેફ નહીં હોય. કારણ કે જ્યારે આ પુસ્તક વાંચતો હતો ત્યારે તેમને ઘણી બાબતો મને જાણવા મળી છે. ફિલ્મના પ્રોજેક્ટ્સ પર અહેમદે જણાવ્યું કે, ફિલ્મ માટે  સ્ક્રીપ્ટીંગની કામગીરી શરુ થઈ ગઈ છે.  જ્યારે સ્ક્રિપ્ટીંગની કામગીરી પૂર્ણ થશે ત્યારે ડિરેક્ટર તથા કાસ્ટને નક્કી કરીશું આવશે. હાલતો આ ફિલ્મનું નામ ‘ધ અનટોલ્ડ વાજપેયી’ રાખવામાં આવ્યું છે.

 

Share This Article