Connect with us

સુરત

સુરત-સુરતમાં ટ્રિપલ તાલાકનો કિસ્સો આવ્યો સામે

Published

on

સુરતમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે, હદ તો એ વાતની છે કે ઘરમાં થયેલા સાસરીયાઓ સાથે થયેલા ઝગડાના મુદે ફરિયાદ કરવા પોહચેલી પત્નીને પોલીસે કાઢી મૂકી હતી, ઉપરાંત પતિએ પોલીસ સ્ટેશનની બહાર જ તલાક તલાક તલાક બોલ્યા છતાં, અમરોલી પોલીસે નોંધ પણ ન લીધી હતી. સુરત પોલીસ કમિશનરની બહાર બેસેલી આ દેખાઈ રહી છે સમીના શેખ,અમરોલી ના કોસાડ આવાસમાં પોતાના પરિવાર સાથે રહે છે, એક સુખી પરિવાર હતું જેના પુરાવા આ દેખાતા ફોટો છે, પરંતુ હવે 16 વર્ષના લગ્ન જીવને અન્ય એક સ્ત્રીની નજર લાગી ગઈ છે , સમીનાનો પતિ જાવેદ લિયાક્ત હુસેન શેખનો અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરેલુ કંકાસ વધી ગયો હતો, અને જાવેદ હવે દહેજ પેટે રૂપિયા પણ માંગી રહ્યો હતો, ઘરેલુ કંકાસની ફરિયાદ કરવા માટે સમીના, અમરોલી પોલીસ મથકે પહોંચેલી પત્નીને પતિએ પોલીસ મથકની બહાર જ તમાચા મારી ત્રણ વખત તલાક બોલી છુટાંછેડાં આપી દીધા હતા

. આ સમગ્ર મામલો મહારાષ્ટ્રમાં આવેલ ઔરંગબાળમાં રહેતી સમીનાની બહેનને ખબર પડતાની સાથે જ સુરત આવી પોહચી હતી. અને સુરત આવતાની સાથે ડોકટર હીનાને અંદાજો આવી ગયો હતો કે સમીનનો પતિનું અમરોલી પોલીસમાં સારું સેટિંગ હોવાથી ફરિયાદ સામન્ય કલમો હેઠળ નોધવામાં આવશે જેથી તાત્કાલિક સુરત પોલીસ કમિશનર કચેરી પોહચી ગઈ હતી અને કરી હતી અરજી, આ સમગ્ર મામલે હાલ અમરોલી પોલીસે હવે નવેસરથી કલમનો ઉમેરો કર્યો છે અને ટ્રિપલ તલાક મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. કોસાડ આવાસમાં રહેતી મહિલા મહારાષ્ટ્રમાં રહેતી બહેન સાથે પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરવા આવી હતી. આ મહિલાની ફરિયાદ હતી કે તે લગ્નને ૧૬ વર્ષ થયા છે અને ચાર સંતાનો પણ છે. સાસરિયાઓ વિરુદ્ધ તે ગત પાંચમી સપ્ટેમ્બરે અમરોલી પોલીસ મથકે ફરિયાદ કરવા ગઇ હતી ત્યારે તેનો પતિ જાવેદ શેખ ત્યાં આવી પહોંચ્યો હતો. તેની સાથે ઝઘડો કરી પોલીસ મથકમાં જ ત્રણ વખત તલાક ખોલી ત્યાંથી જતો રહ્યો હતો.પોલીસ ગુનો દાખલ નહિ કરતી હોવાના આક્ષેપ સાથે આ પરિણીતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. મહિલાએ તેના પતિ ઉપરાંત સાસરીયાઓ અને નણંદોઇ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. હર હંમેશની આદત મુજબ કામ કરે છે પોલીસ ,પ્રથમ ફરિયાદ નોંધવામાં આનાકાની અને ત્યાર બાદ કમિશનર નો આદેશ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો,અને આ તમામ વાતો અને આંટા ફેરા વચ્ચે હવે આરોપી પતિ ફરાર થઈ ગયો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરત

સુરત : મહાનગરપાલિકામાં નોકરી અપાવાનાનું કહી ૪ને ઠગ્યા

Published

on

સુરતના બે યવાનોને સુરત મહાનગર પાલિકામાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 9.20 લાખની ઠગાઈમાં રુબીના મુલતાની અને ઝેનુલ અંસારી સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, બંને ઠગબાજો ઇન્ટરવ્યુ લઈ રૂપિયા પડવાતા હોવાનો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકામાં કાયમી નોકરીના બોગસ કોલ લેટર આપી સુરત શહેર અને જિલ્લાના 4 યુવાનો પાસે 9.20 લાખ રૂપિયા પડાવી લેનાર મહાઠગબાજ મહિલા સામે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

એટલું જ નહીં પણ બોગસ કોલ લેટરના આધારે પાલિકામાં હાજર થવા ગયેલા યુવાનોને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અનુભવ થયો હતો. જેથી યુવાનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસના ધક્કા ખાધા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. એક દિવસ ઇન્ટરવ્યૂ હોવાનું કહી સુરત શખેશ્વર કોમ્પ્લેક્ષમાં બોલાવ્યા. જ્યાં રુબીનાબેન સાથે અન્ય ત્રણ ઈસમ SMCના ડ્રેસમાં હતા. ઇન્ટરવ્યૂ લીધા બાદ કાચા પડો છો, પ્રેક્ટિસ કરવી પડશે એમ કહી ઘરે મોકલી આપ્યા અને મોબાઇલ પર ઇન્ટરવ્યૂનો વીડિયો બનાવી મોકલવા સૂચન કર્યું. 1 જૂન-2018ના રોજ પાલિકામાં કોલ લેટર લઈ નોકરી પર હાજર થવા જતા છેતરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

Continue Reading

સુરત

સુરત : સરકારના ખાનગી કરણના નિર્ણયનો વિરોધ કરતુ આપ

Published

on

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આમ આદમી પાર્ટી સુરત શહેરમાં સક્રિય છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે કામ કરતી દેખાઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે, હાઈવે, એરપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ખાનગીકરણ કરવાના નિર્ણયને લઈને હવે આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. સુરત શહેરના સરથાણા, હીરાબાગ સર્કલ, વરાછા યોગીચોક જેવા વિસ્તારોમાં બેનર લગાવીને વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાતે બેનરો લગાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે અને જાગૃતિપૂર્વક આ મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સક્રિય રીતે બેનરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ખાનગીકરણને કારણે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓના ભાવિ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. તેમજ રેલવે અને એરપોર્ટ જેવા પ્રજા માટે ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટેના સૌથી મહત્વના ટ્રાન્સપોર્ટેશન પૈકીના એક છે. રોજના લાખો લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પ્રાઈવેટ સેક્ટરોના હાથમાં આ પ્રકારની સેવાઓ જતા લોકોને શંકા ઊભી થાય છે કે નજીવી સુવિધાના નામે વધુ રૂપિયા ખંખેરી લેવામાં આવશે. ખાનગીકરણને લઈને દેશભરમાં હંમેશા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહેતો હોય છે.

Continue Reading

સુરત

સુરત : કતારગામ ગોટાલાવાડીના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો

Published

on

સુરતના કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે, ગલગોટા અને ગુલાબ સહિતના ફુલોમાં ભાવ વધારો દેખાતા ખરીદવા ઓછા લોકો જોવા મળ્યા છે. કોને લઈને છેલ્લા બે વર્ષથી દરેક ધર્મના તહેવારો કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઘરે જ ઉજવી રહ્યા છે હાલ ગુજરાત સહિત સુરત શહેરમાં કોરોના ધીમો પડયો છે જેને લઈ સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને હાલ તેઓની મોસમ શરૂ થઇ છે

આજે જન્માષ્ટમી નિમિત્તે શહેરના કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલા હું બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે જેમાં ખાસ કરી ગલગોટા અને ગુલાબ સહિતના ફૂલોમાં ભાવ વધારો હોવાને લીધે ફૂલ બજારમાં ખરીદાર ઓછા જોવા મળ્યા છે. જોકે જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે ગ્રાહકોએ મજબૂર થઈ ૨૦ ટકા જેટલો ભાવ વધારો ખરીદી પર આપવાનો વારો આવ્યો છે.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.