દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

admin
1 Min Read

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટનાં કારણે હોસ્પિટલનાં ઈમર્જન્સી વોર્ડનાં પહેલા અને બીજા માળ પર શોર્ટ સર્કિટ થયું હતું. જેનાં કારણે ભીષણ આગ લાગવાની ઘટનાં બની હતી. આગને કાબૂમાં લેવા માટે ઘટનાં સ્થળ પર ફાયર બ્રિગેડની 34 ગાડીઓ અને 150 જેટલા ફાયર કર્મચારીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવ્યા છત્તા હજી પણ ત્યાંથી ધુમાડો નિકળી રહ્યા છે. જેનાં કારણે હાલમાં ઈમર્જન્સી વોર્ડને બંધ કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોથી ભારતના પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત નાદુરસ્ત છે જેનાં કારણે તેમને પણ એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. એઈમ્સમાં લાગેલી આગની ઘટના પર કાબુ મેળવ્યા બાદ દિલ્હી ફાયરના ડાયરેક્ટર વિપિન કેંતલે મીડિયાને જણાવ્યું હતું કે આગ બહું મોટી લાગી ન હતી, પરંતું હોસ્પિટલ હોવાના કારણે અમે વધુ ફાયર જવાનોને ઘટના સ્થળે ખડે પગે રાખ્યા છે.

Share This Article