ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં વધુ 1108 કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 27 જુલાઈ સાંજથી 28 જુલાઈ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1108 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 57982 થઈ ગઈ છે.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1032 દર્દીઓએ કોરોનાને માત આપી છે.  જ્યારે 24 કલાકમાં વધુ 24 દર્દીના કોરોનાથી મોત થયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2372 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 42412 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 293 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 156, વડોદરામાં 91 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 79, દાહોદમાં 38, ગાંધીનગરમાં 35 અને સુરેન્દ્રનગરમાં 32 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલ-ભરુચમાં 19-19, અમરેલી-જામનગરમાં 26-26 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13198 એક્ટિવ કેસ છે. જેમાં 87 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 13111 સ્ટેબલ છે.

Share This Article