ગુજરાતમાં કોરોનાના વધુ 492 પોઝિટિવ કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 492 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 492 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 18609 થઈ ગઈ છે.

બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 455 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 33 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1155 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 12667 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 291, સુરતમાં 81 જ્યારે વડોદરામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા છે. તો મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, ખેડા-સાબરકાંઠા-દાહોદ-નર્મદા-અરવલ્લીમાં 4-4 કેસ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા-સુરેન્દ્રનગર અને બોટાદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. મહત્વનું છે કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને લઈ સરકારની પણ ઉંઘ હરામ થઈ છે તેવામાં હાલ ફરી એકવાર રાજ્યમાં વેપાર ધંધા અને છૂટછાટ મળ્યા બાદ સંક્રમણ વધવાની પણ દહેશત જોવા મળી રહી છે.

Share This Article