સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક , સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા

admin
3 Min Read

બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવી આત્મ હત્યા કરી છે.વાત કરીએ સુશાંત સિંહની તો સુંશાંત ભારતીય ટીવી અને ફિલ્મ અભિનેતા હતા. વાત કરીએ સુશાંત સિંહ રાજપૂતની તો તેનો જન્મ પટના,બિહારમાં  થયો હતો, તેના પિતા એક સરકારી અધિકારી છે.

સુશાંતની 4 બહેનો છે જેમાથી એક રાજ્ય સ્તરની ક્રિકેટ ખિલાડી છે.સુશાંતે મિકેનિકલ ઇન્જીનિયરિંગનો અભ્યાર કર્યા છે.વાત કરીએ તેના કરિઅરની તો  સુશાંતે તેના કરિઅરની શરૂઆત બેકઅપ ડાંસરના રૂપમાં કરી હતી,અને તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં તે ઘણી વખત ડાન્સ પણ કરી ચૂકી છે. તે જ સમયે, તેમને બાલાજી ટેલિફિલ્મસની કાસ્ટિંગ ટીમે પ્રથમવાર જોયો હતો અને ત્યારબાદ તેને કારકીર્દિની શરૂઆત ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ નામની સિરિયલમાં કામ મળ્યું પરંતુ તેની સિરિયલ પવિત્ર રિશ્તાથી ઘર ઘરમાં ઓળખ મળી.

ત્યારબાદ તેના જરા નચ કે દિખા, ઝલક દિખલાજા જોવા રિયાલીટી શોમાં પણ જોવા મળ્યો હતો.ત્યારે બાદ સુશાંતે બોલિવુડમાં પગ માંડ્યો તેને 2013માં કાય પો છે, 2013 શુધ્ધ દેશી રોમાંસ ,2014માં પીકે માં જોવા મળ્યો પરંતુ બોલિવુડમાં તેની સૌથી કમાણી કરનારી ફિલ્મ 2016માં આવેલી એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી રહી જેમા તેના અભિનયની ખૂબ પ્રશાંસા થઇ હતી.

2017માં રબતા 2018માં કેદારનાથ અને તેની છેલ્લી ફિલ્મ જે ખૂબ સફળ રહી એ હતી છિછોરે જેમા તે લોકોને કપરી પરિસ્થિતિમાંથી લડવાનું સૂચવતો જોવા મળ્યો હતો. તેની સાથે તેની ફિલ્મ ડાઇવ જે ઓટીટી પ્લોફોમ પર રિલીઝ કરવામાં આવી હતી. સુશાત તેની પર્શનલ લાઇફને પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો તેના તેની કો એક્ટ્રેસ અંકિતા લોખંડે સાથે લાંબા સમયબાદ બેક્અપ પણ ચર્ચાનો વિષય બન્યો હતો તેની સાથે તેનું નામ કિર્તી સેનન, અને સારા અલી ખાન ,રિયા ચક્રવર્તી સાથે પણ જોડવામાં આવ્યું.

એવું જાણવા મળી રહ્યું છે કે સુશાંત છેલ્લા ધણા સમયથી ડિપ્રેશનમાં હતો તેની આપને જણાવી દઇએ કે એક જ અઠવાડિયા પહેલા સુશાંતની મેનેજન પણ આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું હતું હવે સુશાંતે શા માટે આવું મોટું પગલુ ભર્યું એ ચર્ચાનો વિષય બન્યો છે. કે એવુ તો શું કારણ હતુ કે સુશાંતે આત્મહત્યા જેવું મોટું પગલુ ભર્યું. પોતાના અભિનય અને હમેશાં હસ્તા ચહેરા સાથે સુશાંત હમેંશા તેના ફેન્સના દિલમાં જીવીત રહેશે

Share This Article