સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્ર- સરંજામને નિહાળવા યુવાનોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Jignesh Bhai
1 Min Read

ગાંધીનગર, સંજીવ રાજપૂત; સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્ર- સરંજામ નિહાળવા યુવાનોમાં અનેરો ઉત્સાહ સાથે સાથે કુતૂહલનો વિષય હોય છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલા ટ્રેડ શોમાં સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોના વિવિધ મોડેલ નું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી આપવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) કાર્યરત છે.

દુશ્મનોનો મજબૂતીથી મુકાબલો કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન વિવિધ પ્રકારની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ, રોકેટ લોન્ચર અને અન્ય અસ્ત શસ્ત્ર બનાવી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 અંતર્ગત DRDOના પેવેલિયનમાં થરમોબોરીક બોમ્બ, પિનાક રોકેટ,પિનાક લોન્ચર સહિતના વિવિધ સંરક્ષણ શસ્ત્રોના મોડેલ નિહાળવા મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો હતો.

Share This Article