લોકોમાં જાગૃતતા પ્રસરે તે માટે ”કોરોના ભગાડીએ કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી

admin
1 Min Read

કોરોના મહામારી વચ્ચે પંચમહાલના ગોધરાની કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થિઓ દ્વારા કોરોનાનો કક્કો નામની શોર્ટ ફિલ્મ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS  વિભાગ દ્વારા ”કોરોના ભગાડીએ કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી. મહત્વનુ છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે લાખો લોકોના મોત થયા છે.  લાખો લોકો સંક્રમિત થયા છે. કોરોનાની દવા હજુ શોધાઇ નથી.

આ વાયરસની પ્રત્યે સજાગતાએ જ તેનાથી બચવાનો મહત્તમ ઉપાય છે. ત્યારે બધાની વચ્ચે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા ખાસ “કોરોના ભગાડીએ કક્કાથી”  શોર્ટ ફિલ્મ બનાવી છે જેમાં ગોધરાના લોકગાયક બહાદુરભાઈ ગઢવી – કોલેજના ડો.સુરેશ ચૌધરી અને ડૉ. રૂપેશ નાકર ઉપરાંત 30થી વધુ એન.એસ.એસ વિભાગના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.  કલેક્ટર કચેરી પંચમહાલ અને ગોવિંદ ગુરૂ યુનિ.ના માર્ગદર્શનથી બનેલી આ શોર્ટ ફિલ્મ સોશિયલ મીડીયા પ્લેટર્ફોમ પર તેના વખાણ કરવામાં આવી રહયા છે.

 

Share This Article