શિનોરમાં છ ફૂટ લાંબો અજગર દેખાયો

admin
1 Min Read

વડોદરા જિલ્લાના શિનોર ગામ ખાતે રહેતા ખેડૂત શંભુભાઈ મારવાડી આજરોજ પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા .જે સમય દરમિયાન ખેતરના છેડા પર આવેલા લીમડા ના વૃક્ષો પૈકી એક લીમડા  આશરે સાડા ફૂટ કદ ધરાવતો એક મહાકાય  અજગર દેખાઈ આવતા ખેડૂત તેમજ ખેતરમાં કામ કરતા મજૂરો મા ભય નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. જેથી ખેડૂત દ્વારા તાત્કાલિક શિનોર તાલુકાના માલસર ગામેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના યુવાનોને ફોન કરીને બોલાવ્યા હતા જેથી યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મહાકાય કદ ધરાવતો અજગરને જોતા તેઓએ વન વિભાગ શિનોરને પણ તાત્કાલિક જાણ કરી દીધી હતી. જેથી શિનોર વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લીમડાના વૃક્ષ પર રહેલા સાડા ફૂટ કદ ધરાવતા મહાકાય અજગરને દોઢ કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેક્સ્યુ કરવામાં સફળતા મળી હતી. તેમજ શિનોર નજીક એક ખેતરમાં અજગર હોવાની વાત વાયુવેગે શિનોર પંથકમાં ફેલાઈ જતા અજગરને જોવા માટે લોકટોળાં ઉમટી પડ્યા હતા.

Share This Article