સોશિયલ મીડિયા પર આદિવાસી સમુદાયની ધમાકેદાર એન્ટ્રી

admin
1 Min Read

વિશ્વ આદિવાસી દિવસ પર ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નેતા અને વરિષ્ઠ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની એક હાકલથી આદિવાસી યુવાનોએ ટ્વિટર પર ધમાકેદાર પરચમ લહેરાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી યુવાનોએ વિશ્વ આદિવાસી દિવસને ટ્રેન્ડ કર્યુ હતું. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ દ્વારા પણ ટ્વિટર હેન્ડલથી વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

કોંગ્રેસ-ભાજપના નેતાઓ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની શુભકામના ટ્વિટર પર પાઠવવામાં આવી હતી. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે એક અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો અને આ એક ઐતિહાસિક ક્ષણ બની હોય તેમ લાગી રહ્યુ હતું. કારણકે આ દિવસે દેશના લગભગ તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ આદિવાસી જીવન શૈલી, પરંપરા અને અધિકારોની તરફેણ કરી. વિશ્વ આધિવાસી દિવસ પર સવારે આશરે 11 વાગ્યાની આસપાસ વિશ્વ આદિવાસી દિવસ ટ્રેન્ડ કરવા લાગ્યુ હતું. આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ પણ ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવામાં આ રહી હોવાનો આરોપ પણ લગાવાયો હતો.

Share This Article