સોની ટીવીના સુપરહિટ શૉ સુપરસ્ટાર સિંગરમાં આ વીકએન્ડમાં બધાં જ કોન્ટેસ્ટન્ટે 90ના દાયકાના સુપરહિટ ગીતોથી માહોલ બનાવ્યો હતો. આ ખાસ અવસરે 90ના દાયકાના સુપરસ્ટાર સિંગર ઉદિત નારાયણે ગેસ્ટ જજ તરીકે શૉમાં હાજરી આપી હતી. તો સોનીના અપકમિંગ શૉ ઇન્ડિયન આઇડલના જજ અનુ મલિક અને શૉ હોસ્ટ આદિત્ય નારાયણ પણ સામેલ થયા. સુપરસ્ટાર સિંગરના મંચ પર આદિત્ય નારાયણની પિતા ઉદિત નારાયણ સાથેની ખાસ બૉન્ડિંગ જોવા મળી હતી. બાપ-દીકરાની જોડીમાં સૌથી વધુ ધ્યાનાકર્ષિત કરતી બાબત હતી બન્નેના આઉટફિટ્સ. હકીકતે, સુપરસ્ટાર સિંગર શૉમાં ઉદિત નારાયણ અને આદિત્ય નારાયણ બન્ને એક જ કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા.આદિત્ય નારાયણે શૉમાં પિતા ઉદિત નારાયણ માટે સુપરહિટ સૉન્ગ પાપા કહેતે હૈ બડા નામ કરેગા પણ ડેડિકેટ કર્યું હતું. પોતાના દીકરા પાસેથી આ ગીત સાંભળીને ઉદિત નારાયણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.શૉમાં આદિત્ય નારાયણે પિતા ઉદિત નારાયણ બનીને તેમની મિમક્રી કરતાં એન્ટ્રી કરી હતી. આદિત્ય નારાયણ પિતા બનીને શૉના જજ અલ્કા યાજ્ઞિક સાથે ફ્લર્ટ કરતો પણ જોવા મળ્યો હતો.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -