હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.પડધરી પંથકમાં વરસાદ પડ્યો હતો ત્યારે જેતપુરના જેતલસર ગામે અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે.શહેરમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 37 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરીમાં 19 મિમી અને જામકંડોરણામાં 8 મિમી વરસાદ નોંધાયો છે.તો આ તરફ રાજકોટ નજીક તરઘડી ગામમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય જામનગરમાં પણ પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. તેમજ ભાઇબીજના દિવસે જ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે. મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની પડ્યા પર પાટુ સમાન સ્થિતિ જોવા મળી રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -