ગુજરાતમાં શિયાળાનું આગમન થવાની તૈયારીમાં છે. તેમ છતાં બે દિવસ પહેલાં સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બે દિવસ અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજીના એક ગામમાં પડેલી વીજળીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઝાડ પર ધડાકાભેર વીજળી પડતા આખુ ઝાડ સળગી ગયું હોવાનું જોવા મળે છે. વીડિયો તૈયાર કરનાર યુવક વીજળી જોઈને એટલો ગભરાઈ જાય છે કે તે ચીસ પાડી ઉઠે છે.ધોરાજી માં બહારપુરાનો એક વીડિયો વાયરલ થયો છે.બે દિવસ પહેલાં પડેલા વરસાદનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. વીડિયો મુજબ એક ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ થોડું સળગ્યું હતું. વીજળીની તીવ્રતા એટલી બધી હતી કે વીડિયો ઉતારનારના હાથ માં થી મોબાઈલ પડી ગયો. વીજળી પડતાં જે વ્યક્તિ વીડિયો ઉતારતો હતો તે ડરી ને ચીસ પડતો અવાજ પણ રેકોર્ડ થઈ ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -