આજકાલ લોકોને ફેમસ થવા માટે કંઇક નવું કરવું હોય છે, જેથી તેમના વિડીયો વાયરલ કરીને તેઓ ફેમસ થતા હોય છે. તેવામાં અમરેલી જિલ્લાનાં એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં બે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, અમરેલીમાં રાષ્ટીય પક્ષી મોરને દેશી દારૂ પીવડાવતો વિડીયો અને ઘુવડની પજવણી કરતા એમ 2 વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
આ વિડીયો સોશિયલ મીડિયા પર જોઇને લોકોમા નારાજગી જોવા મળી હતી. 1 ઇસમ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરને દેશી દારૂની કોથળી મોઢામાં રાખી પીવડાવવાનો સ્પષ્ટ વિડીયો વાયરલ થયો હતો. ઘુવડ પક્ષી શિડયુલ 4 મા આવે છે અને તેમની પજવણી કરવી તે પણ એક ગુન્હો બને છે. બંને વિડીયોમાં 1 ઇસમ દ્વારા ટીકટોક વિડીયો બનાવી પજવણી કરતા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે લોકોએ વિડીયો જોઇને અનુમાન લગાવ્યું હતું કે,તે વિડીયો નડિયાદ વિસ્તારનો હોઈ સકે છે.