ઉદલપુર ગામમાં વિધવા સહાય કેમ્પ યોજાયો

admin
2 Min Read

વિસનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંયુક્ત પ્રયત્નોથી ઉદલપુર ગામમાં વિધવા સહાય નો કેમ્પ યોજાયો જેમાં ઉદલપુર, ખરવડા, તથા વિષ્ણુપુરા ગામની ૨૫૩ વિધવા મહિલાઓને સહાય મંજુર કરી ઓર્ડર સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરકારે દર મહિને વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિધવા સહાય અમલમાં મૂકી છે જેમાં સરકારના નવા પરિપત્ર મુજબ બીપીએલ વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા ૧૨૫૦ સહાય ચુકવવામાં આવશે ત્યારે સરકારની આ સહાયથી વિસનગર તાલુકાની કોઈ વિધવા મહિલા વંચિત ના રહી જાય તે માટે વિસનગર તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીઓ પ્રયત્નશીલ છે જેમાં વિસનગર મામલતદાર એ એન.સોલંકી ડી.ડી.ઓ બી, એસ. સથવારા તથા મહેસૂલ નાયબ મામલતદાર પ્રવીણ ભાઈ ચૌધરી સંયુક્ત પ્રયત્નોથી ઉદલપુર ગામમાં વિધવા સહાય નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિસનગર તાલુકાના ધારાસભ્યના ઋષિકેશ ભાઈ પટેલના હાથે ૨૫૩ મહિલાઓને વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા
વિસનગર તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને ઉદલપુર ગામના તલાટી એનડી ચૌધરીએ ગામની કોઈપણ વિધવા મહિલા સરકારની આ સહાયથી વંચિત રહી ના જાય તે માટે તમામ વિધવાઓને સહાય મેળવવા માટે રજુ કરવાના તમામ પુરાવાનો ખર્ચ પોતે ભોગવી તાલુકાના અન્ય તલાટી મિત્રોને પ્રેરણા પૂરી પાડી છે આ સાથે એન ડી ચૌધરીએ સરકારના પ્રજાના દ્વારે અભિગમને સાર્થક કરવામાં ઉમદા પ્રયત્ન કયો હતો.
સાથે જ વિસનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંકલનથી તાલુકાની 3053 વિધવા મહિલાઓને સહાય અરજી મંજૂર કરી તેમના ઓર્ડર પોસ્ટ દ્વારા ઘરે મોકલી આપવામાં આવ્યા છે આ તમામ વિધવા મહિલાઓને દર મહિને સરકાર તરફથી રૂપિયા ૧૨૫૦ વિધવા સહાય મળશે.

Share This Article