સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખાનાખરાબી થઇ રહી છે ત્યારે જેતપુરમાં પણ ગત રાત્રિ ના રોજ દેરડી જવાના રસ્તે આવેલ ભાદર નદી ઉપરના બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહેલાં યુવક અને યુવતી પુરના ધસમતા પાણીમાં ખેંચાઇ ગયાં છે. બેઠા પુલને ઉંચો કરવાની માંગ સાથે સ્થાનિકોએ ચકકાજામ પણ કરી દીધો હતો. ગત રોજ સાંજે જેતપુર તાલુકાના 3 થી 4 ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ભારે વરસાદના પગલે જેતપુરની ભાદર નદી બે કાંઠે વહેતી થઇ છે. જેતપુર તરફથી આવતા અને દેરડી તરફ જતાં યુવક યુવતી ભાદર નદીનો પુલ પસાર કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઘોડાપૂર આવતા બંને નદીના વહેણમાં તણાયા હતાં. અને જેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાના પગલે જેતપુર પોલીસ અને નવગઢ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાપતા બંનેની ની શોધ ખોળ શરૂ કરી હતી. બીજી કોઈ દુર્ઘટના ના બને તે માટે પુલની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી તરફ પુલ ઉંચો બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકોએ ચકકાજામ કરી દીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
