વડોદરામાં બાઇકના પૈસા ભરવા માટે ATM તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

Jignesh Bhai
1 Min Read

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ATM તોડવાના પ્રયાસ મામલે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.

વાઘોડિયા રોડ સ્થિત પુનમ કોમ્પ્લેક્સ પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમના વાયર, તાળા અને અન્ય સાધનોને નુકસાન થયું હતું. જે અંગે બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને મોટરસાઈકલ નંબરના આધારે તપાસ કરતાં એટીએમ તોડવા આવેલા યુવકની ઓળખ કરી હતી.
પોલીસે રમેશભાઈ મેલસિંગ માળી (સાઈનાથ નગર, ગાજરાવાડી)ની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેણે છ મહિના પહેલાં ખરીદેલી મોટરસાઈકલના પૈસા ભરવાના પૈસા ન હોવાથી તેણે બેંક તોડવાના ઈરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટરસાઇકલ પર એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ એ જ બાઇકના નંબરના કારણે ઝડપાઇ ગયો હતો.

Share This Article