વડોદરાના 22,789 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

admin
1 Min Read

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ -3ની 3901 જગ્યા માટે આજે રાજ્યભરમાં પરીક્ષાઓ યોજાઈ હતી.રાજ્યના કુલ 3173 પરીક્ષા કેન્દ્રમાં અંદાજે 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી વડોદરાના 68 કેન્દ્રો પર 22,789 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે,કે ચાલુ ભરતી પ્રક્રિયામાં રાતોરાત શૈક્ષણિક લાયકાત અને બબ્બે વખત પરીક્ષા રદ કર્યાના વિવાદો પછી આજે આ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ – 3ની પરીક્ષાઓ લેવાઈ હતી. જે સંદર્ભે કોઈ અઘટિત ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તેમાટે તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટીવી.કેમેરાથી સજ્જ કરાયાં હતા.અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પરીક્ષાઓમાં ઉમેદવારો સવારે 11 કલાકે પરીક્ષા ખંડમાં પહોંચી ગયા હતા. પરીક્ષાનો સમય 12 થી 2 સુધીનો રાખવામાં આવ્યો હતો.આ પહેલા 2016માં બિન સચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટની 4682 જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી.જેમાં 6,76,048 ઉમેદવારો બેઠા હતા. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોને 2017માં નિમણુંક પણ અપાઈ હતી.

Share This Article