ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 ઇકો કાર સામસામે અથડાતા અક વર્ષની પુત્રી અને તેની માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ 8 જેટલા વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ 4 વ્યક્તિને વધુ ઇજા પહોંચતા તેમને રાજકોટ ખસેડાયા છે. જેમાં મરનારના નામ હેલી ગૌતમભાઈ બોખા (ઉ.વ.1), રેખાબેન ગૌતમભાઈ બોખા (ઉ.વ.22) છે. અકસ્માત થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -