દાહોદ નજીક રળિયાતી ગામે અકસ્માત

admin
1 Min Read

દાહોદ શહેરની મારવાડી ચાલ ખાતે રહેતા ભિમસિંગભાઇ અમરસિંગકુમાર સિસોદીયા રવિવારે બપોરના 3 વાગ્યાના અરસામાં રળીયાતી ખાતે રહેતા પોતાની બેનના ઘરે જવા જીજે-20-એજે-5447 નંબરની બાઇક લઇને નિકળ્યા હતા. તે દરમિયાન રળીયાતી ખાતે આવેલ અર્બન હોસ્પિટલની સામે ટ્રકના ચાલકે ભિમસિંગભાઇની બાઇકને અડફેટમાં લીધી હતી. ટ્રકના આગળના ટાયર ચઢી જતાં ભિમસિંગભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી ભાગી ગયો હતો. અકસ્માતની જાણ મૃતકના પરિવારને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સંદર્ભે મૃતકના પુત્ર યોગેશભાઇએ ટ્રક ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.ઉલેખનીય છે કે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત જ્યારે બાઈક પર પાછળ બેઠેલ અન્ય યુવક ગંભીર હાલતમાં છે.

 

Share This Article