13 ઓક્ટોબરે રીલીઝ થશે એક્શન-સસ્પેન્સથી ભરપૂર શોર્ટ ફિલ્મ “ગદ્દાર”

admin
2 Min Read

13 ઓક્ટોબર 2020 એટલે કે મંગળવારના રોજ ગદ્દાર નામની એક શોર્ટ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. આ શોર્ટ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ છે જે યુ-ટ્યુબ પર પણ ધૂમ મચાવી રહ્યું છે. ગદ્દાર શોર્ટ ફિલ્મ એક્શન અને સસ્પેન્સથી ભરપૂર છે. જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે ખરેખરમાં દેશદ્રોહી કોણ? આ એક્શન શોર્ટ ફિલ્મ એ ખતરનાક સ્મગલર અને જાસુસના ગ્રુપ પર આધારીત છે.

 

જોકે આ ફિલ્મમાં કેટલાક રસપ્રદ પાસા છુપાયેલા છે જેના પરથી પડદો  13 ઓક્ટોબરે આ શોર્ટ ફિલ્મ રીલીઝ થયા પછી જ ઉઠશે. આ એક હિન્દી શોર્ટ ફિલ્મ છે. ફિલ્મમાં મુખ્ય કલાકારોની વાત કરવામાં આવે તો અવધ મહેતા અને પ્રદીપ હરસોરા છે.

આ બન્ને યુવા અભિનેતાની જોડી આ પહેલા  પ્રથમ સ્પોટ્સ આધારીત ગુજરાતી ફિલ્મ ગુજરાત-11માં નજરે પડી હતી. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહ પણ જોવા મળી હતી. ત્યારે વધુ એક વખત પ્રદીપ હરસોરા અને અવધ મહેતાની જોડીને જોવા માટે તેમના પ્રશંસકો પણ આતુર છે.

અવધ મહેતા આ ઉપરાંત ટીવી સીરીયલ ઈન્ટરનેટ વાલા લવમાં પણ નજરે પડ્યો હતો.  મહત્વની વાત એ છે કે શોર્ટ ફિલ્મ ગદ્દારની વાર્તા અને તેનું ડિરેક્શન પણ અવધ મહેતાએ જ કર્યું છે.  જ્યારે તેને અમિનેષ મહેતાએ પ્રોડ્યુસ કરી છે.

શોર્ટ ફિલ્મ ગદ્દારની સ્ટારકાસ્ટ

અવધ મહેતા

પ્રદીપ હરસોરા

શશાંક શાહ

રિદ્ધિ જરીવાલા

અમિનેષ મહેતા

જીગર ઝામરીયા

લવ પટેલ

નવનીતસિંઘ

અહીં જુઓ ફિલ્મ ગદ્દારનું ધમાકેદાર ટ્રેલર…

 

Share This Article