ગુજરાત સહિત દેશના ત્રણ રાજ્યોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા ગુજરાત, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં અલગ-અલગ વિસ્તારોમાં ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં સીએનજીના કિલોદીઠ ભાવમાં રુપિયા 1.31નો ઘટાડો કરવામાં આવ્યો છે.
જ્યારે પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 1 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો હાલમાં સરકાર તરફથી નેચરલ ગેસની કિંમતોમાં કરવામાં આવેલ ઘટાડા મુજબ છે.
મહત્વનું છે કે સીએનજીના દરમાં ઘટાડો થતાં આશરે 4.5 લાખથી વધુ ગ્રાહકોને આનો લાભ મળશે. અમદાવાદ અને વડોદરામાં સીએનજીના ભાવ ઘટીને હવે 51.86 રુપિયા થયા છે. જ્યારે પીએનજીના ભાવમાં 1 રુપિયાનો ઘટાડો કરાતા કિંમત રુપિયા 28.09 થઈ છે. અદાણી ગેસે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રાજ્યોને તેનો ફાયદો મળશે.