આખરે બે ગુજરાતી ઉદ્યોગપતિની પ્રગતિથી રાહુલ ગાંધીને શું તકલીફ છે? ગુજરાતી વેપારીઓ પર પ્રહાર કેમ?

admin
2 Min Read

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના મોગામાં મોદી સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ટ્રેક્ટર યાત્રાની શરુઆત કરી આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન એક જનસભાને પણ સંબોધી હતી, જેમાં તેમણે મોદી સરકાર સામે હૂંકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ આ દરમિયાન ફરી એકવાર ગુજરાતીઓ પર પ્રહાર કર્યો હતો.

ગુજરાતી વેપારી અંબાણી બંધુ (મુકેશ અંબાણી અને અનિલ અંબાણી) અને અદાણી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, અંબાણી અને અદાણી મોદી સરકાર ચલાવી રહ્યા છે. કૃષિ બિલ મુદ્દે વિરોધ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતી બિઝનેસમેનો પર પ્રહાર કરતા ફરી એકવાર ગુજરાતની જનતાને માઠુ લાગ્યુ છે. આ પ્રથમ વખત નથી કે જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતને એક નવી ઊંચાઈએ લઈ જનાર બે મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પર પ્રહાર કર્યા હોય.

આ પહેલા પણ તેઓ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર પ્રહાર કરતા આ બન્ને ગુજરાતી બિઝનેસમેનોના નામ લઈ ચુક્યા છે. ત્યારે અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે શું રાહુલ ગાંધી આ બન્ને ગુજરાતી બિઝનેસમેનોની પ્રતિષ્ઠા અને પ્રગતિથી નાખુશ છે?

શું  પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને પોતાના જીજાજી રોબર્ટ વાડ્રા દેશના ખ્યાતનામ બિઝસનેમેનમાં સ્થાન નથી પામી શક્યા એટલે ગુજરાતના બે  બિઝનેસમેન પર પ્રહાર કરી રહ્યા છે? કે પછી પીએમ મોદી કે જે પોતે મૂળ ગુજરાતી હોવાના નાતે પોતાના સંબોધનમાં અંબાણી અને અદાણીનું નામ લે તે સ્વાભાવિક છે જેથી રાહુલ આ બન્ને વેપારીઓ પર નિશાન સાધી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એ ના ભૂલવુ જોઈએ કે અંબાણી ગ્રુપ અને અદાણી ગ્રુપએ ના માત્ર ગુજરાત પણ દેશભરમાં પોતાનો વેપારનો વ્યાપ કરીને હજારો લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. તેમજ મુકેશ અંબાણીએ એક ખ્યાતનામ ઉદ્યોગપતિમાં પોતાનું નામ કરીને વિશ્વફલકે ભારતને નવી ઓળખ અપાવી છે અને ગુજરાતને પણ. ત્યારે પોતાના રાજકીય રોટલા સેકવામાં રાહુલ ગાંધી ચૂંટણી સભાઓમાં ગુજરાતના વેપારીઓ કે જે પોતે કોઈ રાજકારણી નથી તેમ છતાં તેમના પર નિશાન સાધતા રહે છે.

Share This Article