હિટ ફિલ્મો આપ્યા બાદ આયુષ્માને વધારી ફી

admin
1 Min Read

આયુષ્માન ખુરાના એ કલાકારોમાંથી એક છે જેમણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે.. એટલુ જ નહીં તેણે હાલમાં જ પોતાના શાનદાર અભિનય બદલ નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો…એવામાં હવે તેની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે….ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ આયુષમાને સ્ટારડમ વધતા પોતાની ફીમાં વધારો કર્યો છે. મળી રહેલી માહિતી મુજબ આયુષ્માન જાહેરાત માટે જે ફી લેતો હતો તેમાં તેણે ત્રણ ગણો વધારો કર્યો છે. એટલું જ નહીં તેણે ફિલ્મો માટે પણ પોતાની ફી વધારી દીધી છે… હવે આયુષમાન પણ મોંઘા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે..તેની પાસે ખૂબ જ ઓફર્સ આવી રહી છે. તેની ફિલ્મોની ખાસ વાતએ છે આયુષમાનની એક્ટીંગ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે.. આપને જણાવી દઈએ કે આયુષમાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લને લઈ ચર્ચામાં છે. આયુષ્માનની આ ફિલ્મનુ ટ્રેલર પણ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યુ હતું જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યુ છે…

Share This Article