બાપુનગરમાં રહેતા બીજેપીનો પ્રદેશ કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તેને બીજેપીના યુવા મોરચામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો છે. તેની વર્તણૂક અને આચરણ સારું ન હોવાથી તેના પર બીજેપી દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. તેને પોલીસ કન્ટ્રોલ રૂમનો ખોટો મેસેજ આપ્યો અને પોલીસને ગેરમાર્ગે દોરતા તેના સામે બીજી ફરિયાદ સોમવારે સાંજે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. સરકાર મારી છે કહી પીઆઇને ધમકી આપ્યાનો વીડિયો વાઇરલ થયા બાદ આખરે પીઆઇની માફી માંગતો વીડિયો પણ વાઇરલ કર્યો છે. આરોપી વિક્કી ત્રિવેદી નાસી ગયો હોવાથી હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. બાપુનગરમાં રહેતા રાહુલને વિક્કીએ આવી બે ત્રણ લાફા મારી દીધા અને જાતી વિષયક અપશબ્દો બોલી તારી ઓકાત બતાવી દઇશ, હાલ મારી સરકાર છે અને હું બીજેપીનો પ્રભારી છું તને તારા ઘરની બહાર નહી નીકળવા દઉ. તેવી ધમકી અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -