અમદાવાદમાં BRTS બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા….

admin
1 Min Read

અમદાવાદ અને અકસ્માત એકબીજાના પર્યાય શબ્દ છે. અમદાવાદમાં સતત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે અમદાવાદમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. બસ રાણીપ ડેપોમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

બનાવની વિગત એવી છે કે આજે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસમાં બેઠેલા મુસાફરો કઈ સમજે તે પહેલાં બસ ધડાકાભેર અન્ડર બ્રિજના એક પીલરમાં ટકરાઈ ગઈ હતી. પીલર સાથે ટકરાતા જ બસનો મોરો ચીરાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા મુજબ બસના ચાલકને ચક્કર આવતા તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 4 લોકોને ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

https://twitter.com/TheSquirrelin/status/1336602250651729921?s=20

Share This Article