અમદાવાદના “Oreo” નામના પાલતુ શ્વાને પણ કર્યો ચીની સામાનનો બહિષ્કાર !

admin
1 Min Read

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જેટલા જવાન શહિદ થયા છે. આ હિંસક અથડામણ બાદથી ચીન સામે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો અમદાવાદ સહિત દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારને લઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ચીનના આ વલણને તેની ભાષામાં જવાબ આપવા તેમજ ચીની સામાનનો બહિષ્કાર કરી ચીનની આર્થિક કમર તોડવા લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક શ્વાન પણ ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરતુ જોવા મળ્યુ છે.

જી હાં અમદાવાદની આંચલ મલીક નામની યુવતિએ પોતાના પાલતુ શ્વાન કે જેનુ નામ ઓરીયો છે..તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં પાલતુ શ્વાન પીળા રંગના રેઈનકોટમાં જોવા મળી રહ્યો છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, Orio વરસાદ માટે પૂરી રીતે તૈયાર છે..જેણે ભારતમાં બનેલ રેઈનકોટ પહેર્યો છે…

આ ઉપરાંત કેપ્શનમાં ચાઈના પ્રોડક્ટનો બહિષ્કાર કરતા હેશટેગ પણ મુકવામાં આવ્યા છે. આ ફોટો સાથે તેણે દેશવાસીઓને એવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી આપણે આપણી ફરજ નીભાવીએ અને સ્વદેશી વસ્તુનો બને ત્યાં સુધી ઉપયોગ કરીએ. આંચલના જણાવ્યા મુજબ તેણે ઓરીયો માટે જે પણ વસ્તુ ખરીદી છે તે તમામ ભારતના સ્થાનિક વિક્રેતાઓ દ્વારા બનાવવામાં આવી છે.

Share This Article