ફૂટબોલ પ્લેયરના રોલમાં જોવા મળશે અજય દેવગન

admin
1 Min Read

આ વર્ષે ‘દે દે પ્યાર દે’ તથા ‘ટોટલ ધમાલ’ જેવી સફળ ફિલ્મ્સ આપનાર અજય દેવગન હવે ભારતીય ફૂટબોલ પ્લેયર સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. આ બાયોપિકનું નામ ‘મેદાન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘બધાઈ હો’ ફૅમ ડિરેક્ટર અમિત શર્મા ડિરેક્ટ કરશે. અમિત શર્મા તથા અજય દેવગન પહેલી જ વાર સાથે કામ કરશે…..આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમની વાત કહેશે. સૈયદ અબ્દુલ રહીમ ઈન્ડિયન ફૂટબોલના પિતામહ કહેવાય છે. તેમના સમયને ઈન્ડિયન ફૂટબોલનો ગોલ્ડન સમય પણ કહેવામાં આવે છે. અજય દેવગન પહેલી જ વાર આ ફિલ્મમાં 60 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગન રિયલ લાઈફમાં ક્યારેય ફૂટબોલ રમતો નથી પરંતુ તેનો દીકરો યુગ ફૂટબોલ પ્લેયર છે. આ ફિલ્મ માટે અજયે ફૂટબોલની રમત શીખી છે. આ ઉપરાંત અજય આ ફિલ્મમાં પ્રોસ્થેટિક્સ મેક-અપની મદદથી ઉંમરલાયક દેખાશે……આ ફિલ્મમાં અજય દેવગનની સાથે નેશનલ એવોર્ડ વિનર કીર્તિ સુરેશ છે. આ ફિલ્મને બોની કપૂર, આકાશ ચાવલા તથા અરૂનવા જોય સેનગુપ્તા પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં દિલ્હી, લખનઉ, કોલકતા તથા મુંબઈમાં અને વિદેશમાં રોમ, મેલબર્ન તથા જકાર્તામાં થશે.

Share This Article