અક્ષય કુમાર બોલિવૂડમાં પોતાની મહેનતથી આગળ આવેલો એક્ટર છે. આજે તો અક્ષયને બોલિવૂડમાં ત્રણ દાયકાથી વધુનો સમય થઈ ગયો છે. અક્ષયે પોતાની કરિયરના શરૂઆતના સમયમાં ઘણી જ ફ્લોપ ફિલ્મ્સ આપી હતી. એક સમયે તેને એમ લાગ્યું હતું કે બધુ જ પતી ગયું છે.અક્ષય કુમારે એક ઈવેન્ટમાં કરિયર અંગે વાત કરતાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેની 14 ફિલ્મ્સ ફ્લોપ ગઈ હતી અને તેને લાગતું હતું કે તેની કરિયર પૂરી થઈ છે. તે દરેક જગ્યાએ રિજેક્ટ થતો હતો. જોકે, આ સમયે તેને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ કામ લાગી હતી. આ ટ્રેનિંગથી તેનામાં ડિસિપ્લિન આવી હતી. તે 14 ફિલ્મ્સમાંથી ઘણું જ શીખ્યો હતો અને આજે તે હિટ ફિલ્મ્સ આપી રહ્યો છે. અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ પર મજાક કરતાં કહ્યું હતું કે તેને આજ સુધી જેટલું પણ માન-સન્માન મળ્યું છે, તે આ ફિલ્મને કારણે બધું જ ગુમાવી દેશે. વધુમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તેને જ્યારે પણ બ્રેક જોઈતો હોય ત્યારે તે ‘હાઉસફુલ’ ફિલ્મ કરે છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી જ મજાક-મસ્તી થતી હોય છે, અને લોકોને હસાવવા ઘણાં જ મુશ્કેલ છે. ‘હાઉસફુલ 4’ 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -