પેટાચૂંટણીના પ્રચારમાં થઈ દારુની એન્ટ્રી, મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસ ધારાસભ્યો પર કર્યા પ્રહાર

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણી માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. આજથી કૉંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે કચ્છની અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરીને પ્રદ્યુમનસિંહને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. અહીં તેઓએ ચૂંટણી સભા પણ સંબોધી હતી.

આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણીને યાદ કરીને કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા મારી રહ્યા હતા તેઓ આરોપ લગાવ્યો હતો.

સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. મહત્વનું છે કે, અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનુ ધ્યાનમાં રાખીને જાહેર સભા યોજાઈ હતી. જેમાં બેસવા માટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી.

Share This Article