ગુજરાત સહિત આ 6 રાજ્યોમાં તીડને લઈ એલર્ટ અપાયું…

admin
1 Min Read

એક તરફ સરકાર કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે દિવસ રાત એક કરી રહી છે. તો બીજીબાજુ ચોમાસાની પણ શરુઆત થઈ ગઈ છે તેવી સ્થિતિમાં વધુ એક આકાશી આફત આવી રહી છે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં કૃષિ મંત્રાલય દ્વારા તીડના આક્રમણ અંગે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

આ પહેલા 9 રાજ્યોના ખેડૂતો પર તીડનો માર પડી ચુક્યો છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે હેલીકોપ્ટરથી સ્પ્રે કરવાનો નિર્ણય પણ લીધો હોવાનું જાણવા મળ્યુ છે. મળતી માહિતી મુજબ,  ભારત પર ફરી તીડનું ઝૂંડ હુમલો કરી શકે છે. પૂર્વી આફ્રિકી દેશ સોમાલિયાથી તીડનું ઝૂંડ ફરી ભારત પર હુમલો કરી શકે છે. કૃષિ મંત્રાલયે તીડના હુમલાને લઇ 6 રાજ્યોમાં અલર્ટ જારી કર્યું છે.

કૃષિ મંત્રાલયે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં તીડના હુમલાનું એલર્ટ આપ્યું છે અને આ રાજ્યોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યુછે. જો કે હજુ સુધી તીડના કારણે વધુ નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી.

મહત્વનું છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં 1 લાખ 32 હજાર 777 હેક્ટર ભૂમિ પર તીડ કંટ્રોલ અભિયાન ચલાવામાં આવ્યું છે. અત્યાર સુધી જેસલમેર, બાડમેર, જોધપુર, બીકાનેર અને નાગૌરમાં 12 ડ્રોનની મદદ લેવામાં આવી છે.

Share This Article