ફિલ્મ ગંગૂબાઇમાં જોવા મળી શકે છે આલિયા-કાર્તિક

admin
1 Min Read

જ્યારથી સલમાનખાન અને આલિયા ભટ્ટ સ્ટાર્ર ફિલ્મ ઇન્શાઅલ્લાહ બંધ થયા પછી ખબરથી ફેન્સ પરેશાન છે…… ભંસાલી અને સલમાનની જોડી 19 વર્ષ પછી જોવા મળવાની હતી જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, પરંતુ આવુ ન થયું જેથી ફેન્સ નિરાશ છે,પરંતુ આલિયા અને ભંસાલી સાથે કામ કરશે તેવી ખબરોએ જોર પકડ્યું છે,હાલમાં જ આલિયાએ IIFAએવોર્ડમાં કહ્યું કે તે જલ્દી જ સંજયલીલા ભંસાલી સાથે કામ કરશે,કેટલાક સમયથી એવી ખબરો આવી રહી છે કે આલિયા ભંસાલીની ફિલ્મ ગંગૂબાઇમાં જોવા મળી શકે છે,

અને આ ફિલ્મમાં આલિયા સાથે ચોકલેટી બોય કાર્તિક આર્યન જોવા મળી શકે છે.કાર્તિક ભંસાલીની ઓફિસની બહાર જોવા મળ્યો હતો,જેનાથી એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ગંગૂબાઇમાં કાર્તિક જોવા મળી શકે છે,પહેલા એવી ખબર આવી હતી કે આ ફિલ્મમાં પહેલા પ્રિંયકાચોપરાને અપરોચ કરાઇ હતી,પરંતુ હવે આ ફિલ્મમાં આલિયા અને કાર્તિક જોવા મળી શકે છે,અને તેમના ફેન્સ તેમની આ જોડીને જોવા આતુર છે……વાત કરીએ આલિયાની તો આલિયા અત્યારે ફિલ્મ સડક-2માં કામ કરી રહી છે,અને કાર્તિક પણ અત્યારે ફિલ્મ પતિ-પત્ની ઓર વોની શૂટિંગમાં વ્યસ્ત છે…..હવે જોવાનું રહ્યું કે આ જોડી સાથે ફિલ્મ ગંગૂબાઇમાં જોવા મળે છે નહિ……..

Share This Article