રણબીર કપૂર પ્રત્યેનો આલિયા ભટ્ટનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. રણબીર કપૂરની બર્થ ડે પર તમામ લોકોને એવી અપેક્ષા હતી કે આલિયા કશું તો સ્પેશિયલ કરશે. રણબીર કપૂરની બર્થ ડેની તૈયારીનો આલિયા ભટ્ટનો એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. કે જેમાં તે કેક બનાવતી જોવા મળી રહી છે. જેમાં તે રણબીર કપૂરની પ્રિય એવી પાઈનેપલ ફ્લેવરની કેક બનાવતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. ગત વર્ષે પણ આલિયા ભટ્ટે તેના હાથે રણબીર કપૂર માટે કેક બનાવી હતી. રણબીરના 37મા બર્થ ડે પર આલિયાએ સરપ્રાઈઝ પાર્ટી પણ આપી હતી. ગત વર્ષે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની રિલેશનશિપ જાહેર કરી હતી. આલિયા ભટ્ટ ઘણી વખત રણબીર કપૂરના પેરેન્ટ્સ સાથે પણ જોવા મળે છે. આલિયા અને રણબીર બોલિવૂડ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થશે. રણબીર અને આલિયા બીજી ઘણી ઇવેન્ટસમાં પણ સાથે જોવા મળે છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -