આ રાજ્યમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે તમામ સ્કૂલો, જાહેર કરી ગાઈડલાઈન

admin
1 Min Read

દેશભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઈ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્કૂલ-કોલેજો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ગાઈડલાઈનમાં સ્કૂલો અને કોલેજોને કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં હોય તો ખોલવા મંજૂરી આપી છે. જોકે કેન્દ્રએ આ નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો હતો. ત્યારે બિહારની સ્કૂલો ફરીથી ખુલવા માટે તૈયાર છે. બિહાર સરકારે 28 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે.

સરકારના નિર્ણય પ્રમાણે સપ્તાહમાં બાળકોને બે દિવસ જ સ્કૂલે જવાનું રહેશે. આ દરમિયાન 50% ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ સ્કૂલમાં આવશે. સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી બંને પર લાગુ પડશે. આ નિર્ણય અંતર્ગત 30% બાળકો જ રોજ સ્કૂલ જઈ શકશે. આ વ્યવસ્થા પ્રમાણે 9થી 12 ધોરણના બાળકો જ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકશે. સ્કૂલો ખોલવાને લઈને જે ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે આદેશ પ્રમાણે 9થી 12 ધોરણ સુધીના બાળકો એક સપ્તાહમાં ફક્ત બે દિવસ જ સ્કૂલ જઈ શકશે. બિહાર સરકારના આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જાહેર એસઓપીનું પાલન કરતા સ્કૂલ જવાની મંજૂરી રહેશે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલ અનલૉક-4માં 9 થી 12ના બાળકોને 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

Share This Article