અંબાજી-નવરાત્રિએ અંબાજીમાં જમાવટ લીધી

admin
1 Min Read

અંબાજીની શિવ શક્તિ સોસાયટીમાં સાતમાં નોરતે ગરબાની રમઝટ જામી હતી. વાંકી વળુ તો મારી કેડ નમી જાય, નીચી નમુ તો મારી ડોક નમી જાય..ના તાલે ગરબાની રમઝટ જામી હતી. હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માઁ…હૈયામાં બાંધ્યો હીંચકો ના તાલે, સુર અને શબ્દને ગરબામાં ઢાળીએ માઁ જગદંબાના નવલા નોરતા સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉજવાઈ રહ્યા છે. અબાલ વૃદ્ધ સૌ ગરબે ઘુમી જગતજનની આદ્યશક્તિની ઉપાસનામાં ભાવવિભોર બન્યા છે. ત્યારે આજના શહેરીકરણના આ યુગમાં ગરબા આધુનિક બનતા જાય છે

જ્યારે જગતજનની મા શક્તિની આરાધના પર્વ નવરાત્રી પ્રાચીન પરંપરાને હજી પણ જીવંત રાખી છે. શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ શિવ શક્તિ સોસાયટીમાં શિવ શક્તિ મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માં જગદંબાના આરાધના પર્વ એવા નવલા નોરતાની સાતમા નોરતાને રાત્રિએ સમગ્ર અંબાજીના શેરી અને સોસાયટીઓમાં ગરબા રાસ રમતા ખેલૈયાઓની રમઝટ જામી હતી, અંબાજીના વિવિધ સોસાયટીમાં ગરબી મંડળ દ્વારા પ્રથમ માતાજીનું પૂજન પૂજા આરતી કર્યા બાદ માતાજીના ગરબાની રમઝટ જામી હતી.

Share This Article