અમરેલી જીલ્લાના રાજુલામાં પુંજા બાપુ ગૌશાળામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર પુંજા બાપુ ગૌશાળા આવેલ છે આ ગૌ શાળામાં બીમાર ગાયોને પણ સાચવવામાં આવે છે. આ ગૌશાળાની વિશેષતાએ છે કે આ ગૌશાળામાં દૂધ આપતી કોઈપણ ગાય છે નહીં. સતત 54 વર્ષથી આ ગૌશાળા આ કાર્ય કરી રહી છે. તેમજ અવાર નવાર ગૌશાળાને દાતાઓ તરફથી દાન આપવામાં આવતુ હોય છે. ત્યારે હવે પુંજા બાપુ ગૌશાળાને દાતાઓ તરફથી એમ્બુલન્સની ભેટ આપવામાં આવી છે. એમ્બુલન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજુલા શહેરના તમામ વેપારીઓ, રાજકીય આગેવાનો ઉપરાંત શહેરીજનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અંદાજિત 40.000 રૂપિયાની રોકડ રકમનું યોગદાન પણ આપવામાં આવ્યુ હતું. તેમજ નવી વસાવેલ એમ્બ્યુલસનો એક વર્ષ માટે ડીઝલ ખ્ચ સંજયભાઈ ધાખડા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. ગૌશાળા માટે જે દાતાઓ તરફથી યોગદાન આપવામાં આવ્યુ છે તેમનું અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -