Connect with us

ગુજરાત

370ની કલમ હટાવ્યા બાદ અમીત શાહ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે

Published

on

370ની કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. જેને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2 દિવસીય પ્રવાસમાં અમિત શાહ પીડીપીયુમાં યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.

જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરમાં યોજનાર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. તેમજ શાહ દ્વારા ગુજરાતની પ્રથમ બેટરી દ્વારા ચાલતી AMTS બસને પણ લીલી ઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર સપ્ટેમ્બરમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત પણ લેશે જ્યા તેમના દ્વારા કેન્દ્ર સરકારનાં અનેક વિકાસનાં કામોનું પણ લોકર્પણ કરશે.

 

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જામનગર

જામનગર-પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સાંસદ પૂનમ માડમ

Published

on

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીશ્રીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાંસદશ્રીએ જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળસિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું. સાંસદએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા-ભાજેપ નગરપાલિકાની ચુંટણી માટે ફ્રોમ ભર્યા

Published

on

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક એવા થરામાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ થરા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના નગરપાલિકાના ઉમેદવારોએ આજરોજ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નંબર ૫માં ભારતીબેન ઠકકર, વોર્ડ નંબર ૩માં પૃથ્વીરાજસિંહ વાઘેલા, વોર્ડ નંબર ૧ માંથી ધીરજકુમાર શાહ, તેમજ અન્ય વોર્ડમાં નૈસજ શાહ અને વસંતજી ઘાઘોસે ફોર્મ ભર્યા હતા.

તમામ ઉમેદવારોએ કાંકરેજ મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા હતાં. ફોર્મ ભરવાની વિધિ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને તમામેં ભાજપના જીતની આશા વ્યક્ત કરી હતી.

Continue Reading

ગુજરાત

ભારત-વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધીએ આપી શુભકામના

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશના તમામ નેતા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. પીએમ મોદીના રાજકીય વિરોધી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીના જન્મદિવસના અવસરે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનની યોજના બનાવી છે, જે આજથી શરૂ થશે અને 7 ઓક્ટોબરે પૂર્ણ થશે. ત્યાં કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે મનાવી રહ્યા છે. ભાજપના 20 દિવસના આ અભિયાનની પાછળ એ કારણ છે કે આજથી 20 દિવસ બાદ એટલે કે 7 ઓક્ટોબરે 20 વર્ષ પહેલા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Tamil Nadu, Jan 23 (ANI): Congress leader Rahul Gandhi interacts with representatives of MSME at Suguna Auditorium, Nehru Nagar, in Kalapatti, on Saturday. (ANI Photo)


આ જોતા ભાજપે આ અભિયાનને 7 ઓક્ટોબર સુધી ચલાવવાનો નિર્ણય લીધો. ભાજપે આ માટે ચાર સદસ્યની સમિતિ બનાવી જે પાર્ટી કાર્યકર્તાઓ માટે કાર્યક્રમ આયોજિત કરશે. આ સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય કરી રહ્યા છે. રક્તદાન શિબિર, PM મોદીના જીવન પર પ્રદર્શન જેવા કાર્યક્રમ આ અભિયાન હેઠળ આયોજન કરવામાં આવશે. સાથે જ પાર્ટીના તમામ કાર્યાલયથી લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ પીએમ મોદીને મોકલવામાં આવશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શુભકામના આપી હતી.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.