એક મોટો ખુલાસો હાલમાં જ બીગ બીએ કર્યો કે જેનાં કારણે તેનાં ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિને લઇને ચોતરફ ચર્ચામાં છે. સોમવારથી આ શો શરૂ થયો જેમાં બિગ બીએ તેમની તબિયતને લઇને ખુલાસો કર્યો. હમેશાં ફિટ દેખાતા અમિતાભ બચ્ચનનું લિવર 75 ટકા ખરાબ થઇ ગયુ છે. હવે બીગ બીનું માત્ર 25 ટકા લિવર જ સારુ રહ્યું છે. આ ખુલાસો ખુદઅમિતાભ બચ્ચને કર્યો છે……76 વર્ષનાં અમિતાભ બચ્ચન એક ચેનલનાં કાર્યક્રમમાં હાઝર હતાં. અહીં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ તેમનાં શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઇએ. તેમણે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યં કે, મને ખબર પડી કે મારું 75 ટકા લિવર ખરાબ થઇ ગયુ છે. અને હું 25 ટકા લીવરનાં સહારે જ જીવી રહ્યો છું. મને ટ્યૂબરક્લોસિસની પરેશાની છે. અને અન્ય ઘણી પરેશાનીઓ પણ છે.અમિતાભ બચ્ચનને આ સીવાય પણ ઘણી સમસ્યાઓ છે. જેમ કે તેમણે હાલમાં જ KBCમાં કહ્યું હતું કે, તેમનો જમણો હાથ ઉંચો થતો નથી. તેમને ખભામાં ઇજા થયા બાદથી તેમને આ સમસ્યા છે. ખભાની ઇજાને કારણે તેઓ તેમનાં બધા જ કામ ડાબા હાથે કરે છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -