અમિતાભે પોસ્ટ કર્યો વિડિયો – લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા

admin
1 Min Read

જેનો સમાર્નાથી સંગીત અને સુર કહી શકાય એવા લતાજીનો આજે જન્મદિવસ છે. ત્યારે બોલિવૂડથી માંડી ક્રિકેટ જગત અને અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝનાં લોકો લતાજીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે અમિતાભે જે રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી એ બોલિવૂડ જગત માટે એકદમ ચોંકાવનારી ઘટનાં છે. કારણ કે એક ખાસ અંદાજમાં અમિતાભે શુભકામનાઓ પાઠવી છે…..અમિતાભે એક વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, લતા મંગેશકરજીની આજે 90મી વર્ષગાંઠ છે. એ મોકા પર મારા કેટલાક શબ્દો અને કેટલીક ભાવના આદર સહિત. વીડિયોની શરૂઆતમાં જ અમિતાભ લતાજીના ચરણો સ્પર્શ કરતા જોવા મળે છે. તે કહે છે કે લતાજી જીવનમાં ઘણા સંબંધો એવા હોય છે કે જોનો કોઈ હિસાબ નથી હોતો….આગળ બીગ બી જણાવે છે કે, ન તો દેવાવાળો જાણે છે કે શું શું દીધું અને ન તો લેવાવાળો જાણે છે કે શું શું લીધું. જેમાં કોઈ તોલ મોલ ન હોય. આ સંબંધો તેની પરિભાષા સ્વયં નક્કી કરે છે. આવા જ એક સંબંધની વાત છે લતા દીનાનાથ મંગેશકર. બાકી પણ ઘણું બધું બીગ બીએ કહ્યું કે જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને સાંભળી શકો છો.

Share This Article