અમરેલી : ખાંભાના જીવાપર ગામે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ધારીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધારીના સરસીયામાં ધોધમાર વરસાદ પડ્યો. જેથી ગામમાં પાણી ભરાયા છે. ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. અમેરલીના વડિયાનો સાકરોળી ડેમ પહેલી વખત ઓવરફ્લો થયો. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેથી ચારણીયા, સમઢીયાળા, થાણા અને ગલોળ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક વધી છે. ત્યારે ખાંભા પંથકમા બપોરબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અહીના જીવાપર ગામે તો બે કલાકમા પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. જેને પગલે જીવાપર ડેડાણ માર્ગ પર પાણી ફરી વળતા અહીથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડી હતી. અહી ગ્રામજનોએ સલામતીના ભાગરૂપે એકબીજાના સંપર્કમા રહેવાનુ નક્કી કર્યુ હતુ.

Share This Article