અમરેલી જિલ્લામા શરદ પૂનમની રઢિયાળી રાતે અનેક જગ્યાએ શરદ ઉત્સવની ઉજવણી થયેલ છે. ત્યારે હાલ બગસરા શહેરમાં વાઝા જ્ઞાતિના પાર્ટી પ્લોટ ખાતે પણ જ્ઞાતિના પ્રમુખ રશ્વીનભાઇ ડોડીયાની આગેવાની હેઠળ જ્ઞાતીના યુવાનો દ્વારા ભવ્ય શરદ ઉતસવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તકે નવ દિવસથી નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરેલ શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય તેવા બગસરા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પી.એસ.આઇ. યુ.એફ.રાઓલ સાહેબ અને એ.વી.સરવૈયા સાહેબ સહિત પોલીસ સ્ટાફ સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. આ તકે વાજાં જ્ઞાતિના યુવાનોએ યુ.એફ.રાઓલ સાહેબને શાલથી સન્માનિત કાર્ય હતા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખને પણ શાલથી સન્માનિત કરાયા હતા. આ શરદ ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર, ઉપ.પ્રમુખ હિતેશભાઈ ડોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શરદ પૂનમની રઢિયાળી રાતે બગસરા વાંઝા જ્ઞાતિની વાડીમાં યુવોનો દ્વારા આયોજન કર્યું હતું. ત્યારે શહેરના વિવિધ આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -