શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમરેલીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે
જેમાં બગદાણા ધામમાં ગુરુપૂર્ણિમાના અવસરે ભક્તોજનોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભાવિકો બગદાણા ધામમાં દર્શનાર્થે ઉમટયા હતા. સૌરાષ્ટ્રમાં બગદાણા ધામનું અનેરું મહત્વ છે અહીની પાવન ભૂમિ પર દર્શનાર્થીઓએ પૂજ્ય બાપાના દર્શન કરીને ગુરુપૂર્ણિમાની કરી ઉજવણી હતી તેમજ ભોજન પ્રસાદમાં ભક્તોના ઘોડાપુર જોવા મળ્યું છે. ત્યારે આસ્થાનું કેન્દ્ર બગદાણા ધામમાં ભાવિકો બાપાના દર્શન કરીને ભાવવિભોર બનાયા હતા
