Connect with us

અમરેલી

અમરેલી : પીપાવાવ પોર્ટ પર ગેસ કન્ટેનરોની લાંબી લાઈન

Published

on

અમરેલીમાં રાજુલાના પીપાવાવ પોર્ટ પર ગેસ કન્ટેનરોની પાંચ કિમી સુધીની લાંબી લાઈનો જોવ મળી હતી. આ પોર્ટ પર ગેસ વેસલ આવેલ હોવાથી મસમોટા ગેસ કન્ટેનરોએ બે દિવસ સુધી ઘામાં નાખ્યા હતા. અમરેલી રાજુલાની આજુબાજુ કોઈ ગેસ વેસલ આવ્યું ન હોવાથી કન્ટેનરો LPG ગેસ ભરવા પીપાવાવ પોર્ટ પર ઉમટી પડ્યા હતા અને લાંબી કાતર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમેરેલી-ભાવનગર પીપાવાવ સ્ટેટ હાઈવે પર LPG ગેસ કન્ટેનરોની લાઈનના કારણે એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પાંચ કિમી લાંબી લાઈના કારણે ટેક તરફ જ ચાહન ચાલકોની અવરજવર ચાલુ હતી અને એક તરફનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. LPG ગેસ કન્ટેનરોની રોડ પર સ્થિર લાઈનો જોવા મળી હતી. અને ત્યાં આવેલી આજુબાજુની હોટલોમાં ડ્રાઈવરોનો જમાવડો જોવા મળ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

માતાના પડખામાં સુતેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી

Published

on

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના જીરા ગામે વાડી વિસ્તારમાં ભાગીયું રાખીને રહેતા ખેત મજૂર પરિવાર વાડીના મકાનમાં હતો ત્યારે બાજુના ખુલ્લા ફરજામાં માતાના પડખામાં સુતેલી એક વર્ષની બાળકીને ઉઠાવી જઈ દીપડાએ ફાડી ખાતા ખેતમજૂર પરિવાર પર વજ્રધાત પડયો છે. જ્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ખેત મજૂર સચિનભાઈ વસુનીયા પુત્રી ગંગા ગતરાત્રીના પોતાની માતાના પડખામા સુતી હતી. રાત્રીનાં 12 વાગ્યા સુધી બાળકી સલામત હતી. ત્યારબાદ રાત્રીનાં 3 વાગ્યા આસપાસ બાળકી ન જોવા મળતા માતા, પિતાએ હાંફળા ફાંફળા બની શોધખોળ હાથ ધરી હતી અને વન વિભાગના સ્ટાફને જાણ કરતાં વન વિભાગનો સ્ટાફ તુરંત અસરથી ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફુટમાર્કને આધારે વાડીમાં ફરજા નજીક દિપડો હોવાનું ફલિત થયું હતું તેમજ આજુબાજુમાં તપાસ કરતાં વાડીથી થોડે દૂર બાળકીના કપડા મળી આવ્યા હતાં. તેમજ વધુ તપાસ કરતાં બાળકીનું માથું મળી આવતાં ભારે અરેરાટી મચી જવા પામી હતી. તેમજ આ બાળકીના બચેલા અવશેષો ને પી.એમ. માટે ધારી ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં દીપડાને ત્કાલ પકડવા વન વિભાગે ત્રણ પાંજરા ગોઠવ્યા હતાં. બાળકીને દીપડાએ ફાડી ખાતા પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃત બાળકીના ખોપરી સહિતના અવશેષો એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતાં. ત્યારે હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય છાશવારે આવા બનાવ બનવા પામેલ હોય રેવન્યુ વિસ્તારમાં આશ્રય પામતા સિંહો-દીપડાઓનો આતંક આગળ ન વધે તે માટે વનવિભાગ કાર્યવાહી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

Continue Reading

અમરેલી

બાબરકોટ ગામમાં આતંક મચાવનાર સિંહણ આખરે હંમેશા માટે શાંત થઈ ગઈ

Published

on

બાબરકોટ ગામમાં આતંક મચાવનાર સિંહણનું એનીમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના વન વિભાગ દ્વારા સેમ્પલ લઈને લેબમાં મોકલાવ્યા છે. જયારે બાબરકોટ વિસ્તારમાં અન્ય સિંહોની હેલ્થ ચકાસણી કરવા માટે સ્કેનિંગ શરૂ કર્યું છે. આ હુમલાખોર સિંહણે એક જ દિવસમાં 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતા.

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક બે દિવસ પહેલા સિંહણે હિંચક બની હાહાકાર મચાવ્યો હતો. એક જ દિવસમાં એક સાથે ૬ લોકો ઉપર હુમલા કર્યા હતા જેના પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી હતી. ૨૩ કલાક સુધી વન વિભાગના અધિકારીઓના કાફલા સાથે ઓપરેશન હાથ ધરાયુ હતું. તે ઓપરેશન દરમ્યાન પણ સિંહણ દોડધામ કરતી હતી અને એ વચ્ચે સિંહણ દ્વારા લોકો ઉપર સતત હુમલા કરતા હતા. આ વચ્ચે મધરાતે સિંહણને પાંજરે પુરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહણના સેમ્પલ લેવાયા હતા અને સિંહણને કોઈ હડકવા છે કે કેમ.? તે માટે સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે, તેવા સમયે આજે સિંહણનું મોત નીપજ્યું છે.

જણાવી દઈએ કે વર્ષ 2014માં રાજુલા તાલુકાના કથીવદર ગામમાં સિંહણ વહેલી સવારથી બપોર સુધી આતંક મચાવ્યો હતો અને 5 થી વધુ લોકોને ઘાયલ કર્યાં હતા. આમ રસ્તા વચ્ચે અનેક લોકો ઉપર હુમલા કર્યા હતા અને સાંજ સુધી આ ઘટના ક્રમ ચાલ્યો હતો કુલ 8 થી વધુ લોકો ઉપર હુમલા કર્યા હતા અંતે સિંહણ મજાદર ગામમાં પહોંચી હતી, જ્યાં વન વિભાગે મોટા કાફલા સાથે તેમનો ઘેરાવ કર્યો હતો ત્યાં સિંહણને બેભાન કરીને તેને પાંજરે પૂરવામાં આવી હતી. એ સમયે વનવિભાગએ સિંહણને હડકવા જાહેર કર્યો હતો અને 2 દિવસ બાદ તેનું પણ મોત થયું હતું. ત્યારે ફરી વખત જાફરાબાદના બાબરકોટ ગામમાં આ પ્રકારની ઘટના બની હતી.

Continue Reading

અમરેલી

ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો

Published

on

Foreign liquor was found in a container of Haryana passing at Dhari police station

અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો હતો જે ગત તા.14 જુનની મોડી રાત્રીએ દલખાણીયા અને ગોવિંદપુરની જંગલની સીમમાં કટીંગ થાય તે પહેલા ધારી પોલીસે બાતમીના આધારે રેઇડ કરતા કન્ટેનર માં વિદેશી દારૂની 341 પેટી એટલે કે 8052 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 23 લાખ 50 હજાર થાય છે

Foreign liquor was found in a container of Haryana passing at Dhari police station

જ્યારે કન્ટેનર સાથે બોલેરો ગાડી, ડસ્ટર ગાડી માં વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં પોલીસે ઝડપી લેતા સ્થળ પરથી દલખાણીયાનો હિંમત રાણાવાડીયા ઝડપાઇ ગયેલો જ્યારે કન્ટેનર ચાલક, બોલેરો ચાલક અને ડસ્ટર ગાડીનો ચાલક અંધારા નો લાભ લઈને જંગલના રસ્તે ફરાર થઈ જવામાં સફળ થયેલા હતા જે અંગે સાવરકુંડલા dysp કે.જે.ચૌધરીએ વિદેશી દારૂની રેલમછેલ અમરેલી જિલ્લામાં થાય તે પહેલાં પકડાય ગયાની વિગતો અંગે પ્રેસ કરીને માહિતી જાહેર કરી હતી

Continue Reading
Uncategorized57 mins ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized6 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ6 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized8 hours ago

તમને રાતોરાત કાંટાદાર ગરમીથી છુટકારો મળશે, તમારે ફક્ત આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending