અમરેલી : સાવરકુંડલામાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે

admin
1 Min Read

લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થાય તેવા બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટેના સરકારના આદેશ છતાં રાજ્યની મોટાભાગની હોસ્પિટલો તેનો અમલ યોગ્ય રીતે કરતી નથી. નાગરીકોના સ્વાસ્થની જેઓની જવાબદારી અને નૈતિક ફરજ છે તેવા તબીબી જગતના કેટલાક લોકો દ્વારા સામજીક જવાબદારીમાંથી હાથ ખંખેરી જોખમી બાયો મેડિકલ વેસ્ટનો નિયમ વિરૂધ્ધ નિકાલ કરવામાં આવતો હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે.

 

 

હાલમાં તીવ્ર ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સાવરકુંડલાના મહુવા રોડ નજીકમાં ખુલ્લા પ્લોટમાં મેડિકલ વેસ્ટ ઇંજેક્શન તેમજ દવાઓના પેકેટના ઢગલા કરવામાં આવ્યા છે. જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આ મેડિકલ વેસ્ટના ઢગલાઓમાં જોખમકારક ઇન્જેક્શન સિરીઝ તેમજ અન્ય દવાઓ છે જેને રસ્તે રખડતા ઢોર ખાઈ રહ્યા છે.  જેના પગલે આસપાસના સ્થાનિક લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article