અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફેસબુકના માધ્યથી ઓનલાઈન ફ્રોડ કરનાર 3 આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારે આ આરોપીઓ દ્વારા ફેસબુક આઈડી હેક કરી ફેસબુક ફ્રેન્ડ્સ પાસેથી પૈસાની જરૂરિયાત હોવાની વાત કરી UPIની માઘ્યમથી નાણાં ટ્રાન્સફર કરી ફ્રોડ આચરતા હોય જો કે અમરેલી પોલીસ દ્વારા ગુન્હામાં વપરાયેલ મોબાઈલ મોબાઈલ નંબર અને બેન્ક ખાતા નંબરના આધારે પોલીસે પ્રીતેશ પ્રજાપતિ , અક્ષય છેતરિયા,જગદીશ છેતરિયા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી અમરેલી અને જૂનાગઢના મળી કુલ 3 ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે
અને આરોપીઓ પાસેથી 2 ગુન્હાઓની કુલ 22 હજારની રકમ પણ રિકવર કરી 3 પકડાયેલા આરોપોઓમાંથી 1 આરોપી ખેડા અને 2 આરોપીઓ દ્વારકા જિલ્લાના રહેવાસી છે….આ ગુન્હાહિત ગુન્હામાં સંકળાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીઓ અન્ય જિલ્લાઓમાં પણ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
