અમરેલી : ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા કલા મહોત્સવનું આયોજન

admin
1 Min Read

અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદ તક્ષશિલા એસ.વી, એસ. ટી, જે.બી.એસ ગર્લ્સ હાઇસ્કુલ રાજુલામાં ગાંધીજી જન્મ જયંતિ અંતર્ગત કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં મહાનુભાવોએ ગાંધીજીના જીવન ચરિત્રના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે પ્રતિબંધ તથા વૃક્ષોના જતન બાબતે માહિતી આપી હતી. તેમજ તમામ મહાનુભાવોનું વૃક્ષો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા માટેનો સંકલ્પ અને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવનાર 20 વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા એસ.વી.એસ કન્વીનર શ્રી બીકે ચાંદુ ગર્લ્સ હાઇસ્કુલ પ્રિન્સિપાલએ આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં શાળાના સમગ્ર સ્ટાફએ સફળ આયોજન કર્યું હતું.

Share This Article