અમરેલી : ખાંભાના મોટાબારમણ ગામે સરપંચ પર હુમલો

admin
1 Min Read

ખાંભાના મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઈ વાઢેર સ્ટ્રીટ લાઈટ મુદ્દે 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.ખાંભાના મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઇ વાઢેર પર આઠ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.સરપંચ ગામમાં સ્ટ્રીટ લાઈટનું કામ કરાવી રહ્યાં છે. ત્યારે ગામનાં જ રાણીંગ બોરીચાએ પહેલા મારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લગાડવી પછી બીજા વિસ્તારમાં લગાડવી તેમ કહી ગૌશાળાએ જઈને જીવલેણ હુમલો કર્યો હતો. રાણીંગ બોરીચા સાથે ગામના જ આનંદ બોરીચા,ઉદય બોરીચા સહીતના સાત જેટલા શખ્શોએ પાઇપ અને તલવાર જેવા હથીયારો વડે હુમલો કર્યો હતો. જેમાં સરપંચ દેવશીભાઇને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જો કે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સાથે જ સરપંચે તમામ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે જ સરપંચના નિવાસ સ્થાન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Share This Article